“હાઈ આશુતોષ,તારા ઘરેથી રિપેરિંગ માટેનો સામાન લેવા અમારી ટ્રેક નવ વાગ્યે આવી જશે.”આશુતોષે નિર્ઝરનો મેસેજ જોયો ત્યારે એ ચા–નાસ્તો કરી રહ્યો. ટીના કિચનમાં પડેલા રાતના વાસણ સાફ કરી રહી હતી. હજી આઠ વાગીને દસ મિનિટ થઈ હતી. સાડા આઠથી પોણા નવની વચ્ચે આશુતોષને ઓફિસ જવા નીકળવાનું હતું. એ દોદોહી આવે એની જ રાહ જોઈ રહ્યો હતો. એણે કહ્યું હતું કે એ સવા આંઠે આવી જશે મતલબ કે એક્ઝેક્ટ સવા આંઠે એ આવી જવી જોઈએ. આશુતોષે ફરી ઘડિયાળ જોઈ. આઠને અગિયાર મિનિટ થઈ હતી. એ ઊભો થયો અને ફલેટના મુખ્ય દરવાજાનું લૉક અંદરથી ખોલી નાખ્યું. હવે સહેજ ધક્કો મારતા જ એ