આશુતોષ સહેજ મર્માળુ હસ્યો અને પછી દોદોહીનો હાથ પકડી કહ્યું, “ના, એ નિર્ણય હું તારા પર છોડુ છું. જો તને લાગે કે તારા પતિની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને ખરીદી કરવી જોઈએ તો જ તું એમ કરજે, હું તને ફોર્સ નહીં કરું.”“હું ઇચ્છું છું કે તને મદદરૂપ થાઉ પણ મને એ કેવી રીતે કરવું એ વિશે માહિતી નથી. હું ફક્ત અમારી કંપનીના સ્ટોરમાંથી જ વસ્તુઓ ખરીદવા ટેવાયેલી છું. મને ત્યાંથી એવી રીતે જ ખરીદી કરવાની ટ્રેનિંગ અપાઈ છે." દોદોહીએ સહેજ નિરાશાના ભાવ ચહેરા પર લાવી કહ્યું.“અરે ડાર્લિંગ તું બિલકુલ ચિંતા ન કર, હું છું ને. તું તારી કંપનીની ટ્રેનિંગ ભૂલી જા