11 ટાસ્ક્સ - Chapter 38

  • 190
  • 74

“હેય આશુતોષ...ગુડ મોર્નિંગ!ટીના તારે ત્યાં કામ કરવા આવવા તૈયાર છે. આજથી જ સુખી ને રુચિને બદલે એ તારે ત્યાં આવશે.ઇન્જોય યોર ડે!”સવારે ઉઠીને ફોન હાથમાં લેતા જ આશુતોષે નિર્ઝરનો મેસેજ જોયો અને એણે એના હોઠ ભીડ્યા.આજે સવારે એણે ચાલવા જવાનું ટાળ્યું હતું. એણે ઊઠતા વેંત એના બેડ પરની ચાદરનો એક છેડો પકડી ખેંચ્યો હતો અને એને અસ્ત્વસ્ત કરી મૂકી. રસોડામાં જઈ દેખાયા એટલા વાસણ સિંકમાં નાંખી એની પર અથાણું તથા ટોમેટો કેચઅપ નાંખી ગંદા કર્યા. એના સ્ટડી ટેબલ પર ગોઠવાયેલા ચોપડા, કાગળિયા, ઉઠાવી આમથી તેમ ફેંક્યા. કબાટમાંથી એના ઈસ્ત્રી કરીને ઘડી વાળેલા કપડાં કાઢી નીચે ઢગલો કર્યો. બાથરૂમમાં વૉશિંગ પાઉડર