“હેય આશુતોષ...તારી મરજી મુજબની હાઉસ મેઇડ મને મળી ગઈ છે. એ સફાઈ, રસોઈ, ઉપરાંત તારા અંગત કામ પણ કરી આપશે એ પણ મહિને ફક્ત દસ હજાર રૂપિયામાં. એનું નામ ટીના છે. એક મહિના સુધી એ તારે ત્યાં કામ કરશે પછી એની બદલે કોઈ નવી છોકરી આવી જશે.”“સરસ. તું ખરેખર મારા ખૂબ કામમાં આવી રહી છે. આટલી ઝડપથી મુંબઈ જેવા શહેરમાં એક નવી કામવાળી શોધી આપવી એ જાદુ જેવું છે. તને આ ટીના મળી ક્યાંથી?”બીજે દિવસે ઓફિસમાં બેઠા આશુતોષે ફોન હાથમાં લીધો ત્યારે એણે નિર્ઝરનો મેસેજ જોઈ જવાબ આપ્યો.“એ પણ અમારી કંપની સાથે સંકળાયેલી છે. તારી ડિમાન્ડ જોઈ મને એક નવો