“હેય આશુતોષ, તારે હજી કંઈ પૂછવું હોય, જાણવું હોય, સમજવું હોય તો તું નિસંકોચ મારી સાથે વાત કરી શકે છે.”આશુતોષે આખો મેસેજ વાંચ્યો ને મેસેજ પૂરો થતા જ એના મોઢામાંથી એક ગાળ આપોઆપ નીકળી પડી...ઘડીભર એ એમ જ સ્તબ્ધ બનીને બેસી રહ્યો. એક મિનિટ બાદ એ હસી રહ્યો હતો. ખડખડાટ હસી રહ્યો હતો. ગાળો બોલતા બોલતા હસી રહ્યો હતો.“ઇલેવન ટાસ્ક્સ બાય નિર્ઝર, સાલું એક જ વાક્યના કેટકેટલા અર્થ નીકળી શકે! તમે એક સુવાક્ય સાંભળી એનો તમારી બુધ્ધિ પ્રમાણે અર્થ કાઢો. તમે જો તમારા પોતાના વિશે વિચારી એ સુવાક્યને સમજવા જશો તો એનો અર્થ અલગ હશે. તમે બીજી કોઈ વ્યક્તિને યાદ કરીને