11 ટાસ્ક્સ - Chapter 35

  • 207
  • 78

“હેય આશુતોષ! આ તું કેવી વાત કરે છે? તને કંઈ ભાન પડે છે કે તું શું કહી રહ્યો છે? અમારા પત્ની તરીકે ડેવલપ કરેલા રોબોટને તું લગ્ન કર્યા વગર સાથે રાખવાની વાત કરી રહ્યો છે એ કેવી રીતે શક્ય છે? જે મૂલ્યો, જે આદર્શો, જે સંસ્કાર અમે એનામાં ઇન્સ્ટોલ કર્યા છે એને એક ઝાટકે બદલવાની આ વાત થઈ. તને શું લાગે છે, કેમ કે આ સાચુકલી સ્ત્રી ને બદલે રોબોટ–પત્ની છે એટલે એમાં તમે ઇચ્છો એવો એક નવો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દો એટલે એ તરત બદલાઈ જશે? તમે એક દિવસ જે લેડી રોબોટને પત્ની બનાવીને રાખ્યો હોય એને બે દિવસ બાદ