આગળના બે મહિના દરમિયાન આશુતોષની દિનચર્યા:ઇલેવન ટાસ્ક્સ બાય નિર્ઝર!એક મિશન પૂરું કરવાનું હોય એમ આશુતોષ એને અપાયેલ અગિયાર ટાસ્ક્સ પૂરા કરવામાં લાગી ગયો હતો. પૂરા બે મહિના એ દરેક ટાસ્કને વળગી રહ્યા બાદ,હવે સવારે ઉઠતા જ એ આંખ બંધ કરી, બે હાથ જોડી ભગવાનનો આભાર માને છે. એ હજી સાજો સારો છે, સ્વસ્થ છે, સારી નોકરી કરી રહ્યો છે એ માટે એ ખરા હૃદયથી ઇશ્વરનો આભાર માને છે.પરિણામ: પહેલા થોડા દિવસો એને આ રીતે ઇશ્વરને થૅન્ક યુ કહેવામાં સારું લાગેલું, મજા આવતી હતી. પછીથી એ ભાવુક થવા લાગ્યો હતો. લગભગ બે મહિના સુધી રોજ સવારે ઉઠતા વેંત ઇશ્વરને યાદ કરવાથી