“હેય આશુતોષ...રાતના મોડે સુધી તું ગિટાર વગાડી રહ્યો હતો એ સારી વાત નથી. તને મળેલા ટાસ્કસ પ્રમાણે રાત્રે તારે ભવિષ્યના સોનેરી સપના જોતા જોતા સૂઈ જવાનું છે.”સવારે મોર્નિંગ–વોક માટેનું અલાર્મ વાગતા જ આશુતોષ જાગી ગયો હતો. અલાર્મ બંધ કરી એણે ફોન હાથમાં લીધો ત્યારે એનું આ નવા આવેલા મેસેજ તરફ ધ્યાન ગયું હતું. એણે મેસેજ વાંચ્યો ને તરત સામો જવાબ મોકલ્યો.“તું મને આ બધા મેસેજ મોકલવાનું બંધ ન કરી શકે? એ મને ડિસ્ટર્બ કરે છે. મારે મારા જીવનમાં શું કરવું એ નિર્ણય હું પોતે લઈ શકું છું એને માટે મારે તારી સલાહની કોઈ જરૂર નથી.”બીજી જ પળે નિર્ઝરનો વળતો મેસેજ