11 ટાસ્ક્સ - Chapter 32

  • 204
  • 64

આશુતોષ ગાડી ચલાવી રહ્યો હતો. એની બાજુની સીટ પર દોદોહી બેઠી હતી. એ ખુશ હતો, એના લગ્ન થઈ ગયા હતા. પરી જેવી સુંદર અને કહ્યાગરી પત્ની એની બાજુમાં બેઠી હતી. ગાડીમાં એક ગીત ચાલી રહ્યું હતું,“તેરે મેરે મિલન કી યે બેલા, નયા કોઈ ગુલ ખિલાયેગી, નયા કોઈ ગુલ ખિલાયેગી, તભી તો ચંચલ હૈ તેરે નૈના, દેખોના, દેખોના, "આશુતોષ મૂડમાં આવી ગયો હતો અને એ પણ સાથે સાથે ગાઈ રહ્યો હતો. એણે દોદોહી સામે જોઈ ગાતા ગાતા જ કહ્યું હતું, “દેખોના...દેખોના..."અચાનક જ દોદોહીના ચહેરા પરની સુંદર આંખોમાંથી બે ડોળા બહાર આવી આશુતોષ તરફ લંબાયા હતા. એ ગોળ, નાના બોલ જેવા, આંખોના