11 ટાસ્ક્સ - Chapter 31

“હે નિર્ઝરમારે તારી સાથે વાત કરવી છે.”રાતના ઘરે જતા જ આશુતોષ સોફામાં ફસડાઈ પડ્યો હતો. એને કશું જ સમજાઈ નહોતું રહ્યું. એક નાજુક નમણી, બિલકુલ માણસ જેવી જ દેખાતી છોકરી એક માનવ રોબોટ કેવી રીતે હોઈ શકે? જો એ ખરેખર એક રોબોટ જ છે તો એ પોતાની પાસે કેમ આવી? એની જ સાથે આ બધું કેમ થયું? કેટલીય વાર સોફામાં પડ્યા રહ્યા બાદ એ ઉઠ્યો હતો. કિચનમાં જઈ એણે ફ્રીઝમાંથી ઠંડુ પાણી કાઢી પીધું હતું. એને કોઈ સાથે વાત કરવાની ઇચ્છા થઈ રહી હતી, પણ કોની સાથે વાત કરે?એ જો કોઈને કહે કે પોતે એક માનવ રોબોટના પ્રેમમાં પડી ગયો