આશુતોષ દોદોહી સાથે બહાર નીકળ્યો એવું જ એણે પૂછ્યું, “તે મારા સંભારમાં ધનેડુ તરતું જોયું હતું તો મને કહ્યું કેમ નહીં?"“ઓહ, તમને એ નહોતું દેખાયું? મને તો એમ કે તમે જાણીને એવો સંભાર પી રહ્યા હતા."“કેવી વાત કરે છે, નજર આગળ દાળમાં જીવાત દેખાય તો એને કોણ પીવે?"“હું પીવું, મારા માટે ઇટ્સ ઓકે! મને ખબર હતી કે દાળમાં ઇયળ ને ધનેડા છે છતાં મેં એ પીધી."“તારામાં મગજ જેવું કંઈ છે?" એક તો આશુતોષને જ્યારથી એ જાણ્યું કે એની દાળમાં ધનેડુ હતું અને પોતે એ પી ગયો છે ત્યારથી ઊબકા જેવું થતું હતું એમાં હાલ દોદોહીએ જે કહ્યું એ સાંભળ્યા બાદ