“મને આજ સુધી કોઈ છોકરાએ પ્રપોઝ નથી કરી, કોઈએ મારા પ્રત્યે એનો પ્રેમ નથી બતાવ્યો. આજ સુધી મને પ્રેમ જેવું કશું ફિલ નથી થયું. તારા માટે મને દુઃખ થાય છે. તને જો ખરેખર કોઈ છોકરી ગમી હોય, એને માટે પ્રેમ જેવું અનુભવાયું હોય તો તારે એ પ્રેમને વ્યક્ત કરવો જોઈતો હતો. લાગણીઓને મનમાં ને મનમાં ભરી રાખવી ને કોઈ આગળ એ વ્યક્ત ના કરવી એ સારું નથી. એમ કરવાથી આગળ જતા વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બની શકે છે.”“તને આજ સુધી કોઈ છોકરાએ પ્રપોઝ નથી કરી! આ માન્યામાં ન આવે એવી વાત છે. બની શકે છે કે તારી પ્રતિભા જોઈ છોકરાઓ ડરી