11 ટાસ્ક્સ - Chapter 28

  • 276
  • 112

શક્ય એટલી બધી જગ્યાએ જોઈ લેવા છતાં લોકરની ચાવી ન મળી એટલે આશુતોષનું મગજ પાછું શંકાશીલ બન્યું હતું. ફરી એને લાગી રહ્યું હતું કે રુચિ કે સુખીએ એના કબાટમાં હાથ સાફ કર્યો હતો. એણે સહેજ ગરમ થઈને એ બંનેને બૂમ પાડી હતી.એક સાથે એ બંને દોડી આવી હતી, રુચિ બાલ્કનીમાં જવાને દરવાજે ઊભી હતી તો સુખી હૉલમાંથી બેડરૂમમાં આવવાના પ્રવેશદ્વારે ઊભી હતી. “યસ, સર" બંનેએ કોરસમાં કહ્યું.“બંને ત્યાં દરવાજે શું ઊભી છો?"“સર, તમે જ કહ્યું છે ને કે તમે બેડરૂમમાં હો ત્યારે અમારે અંદર નહીં આવવાનું." સુખીએ કહ્યું.“હા, એવું મેં જ કહ્યું છે ને તમારે એમ જ કરવાનું પણ જ્યારે