“હેય આશુતોષ...આ શું થઈ રહ્યું છે આશુતોષ? તારી ઓફિસના સ્ટાફમાંથી કોઈકે સુખીની છેડતી કરી? તને નથી લાગતું કે તારે એ વિરુધ્ધ કોઈ પગલા લેવા જોઈએ?”આજે રવિવાર હતો. આશુતોષ આરામથી સુવાના મૂડમાં હતો. એણે વહેલી સવારનું એલાર્મ પણ રવિવારે બંધ રાખ્યું હતું. એણે વિચારેલું કે રવિવારે ચાલવા જવાની રજા કે પછી મોડેથી જઈ આવશે. એનું એવું વિચારવું અસફળ રહ્યું. બરાબર છ વાગ્યે એના ફોન પર એક રિંગ આવી હતી ને એણે વહેલા ઊઠવું પડેલું. એણે બંધ આંખે જ ફોન લીધો ત્યાં સામેથી રેકોર્ડેડ અવાજ આવેલો,“ગુડ મોર્નિંગ સર. તમારો ચાલવાનો સમય થઈ ગયો છે. આ તમને ઉઠાડવા માટેનો કૉલ હતો. ધન્યવાદ."આશુતોષે કૉલ