11 ટાસ્ક્સ - Chapter 24

  • 304
  • 1
  • 120

1સવારે આશુતોષ વહેલો ઉઠ્યો હતો. મોર્નિંગ વોક માટે જવું કે નહીં એમ વિચારતા એણે પોતાની ફિટનેસ સુધારવા પર ફોકસ કર્યું હતું ને એ ઊભો થયો હતો.લગભગ પંદરેક મિનિટ ચાલી લીધા બાદ એણે ફોન હાથમાં લીધો હતો. આજે ફરી સવાર સવારમાં નિર્ઝરનો મેસેજ જોવાની એની સહેજે ઈચ્છા નહતી. કમને એણે વોટ્સેપ ઓપન કર્યું ત્યાં જ મહેન્દ્રનો મેસેજ જોયો. એ હજી તો કંઈ વિચારે એ પહેલા નિર્ઝરનો મેસેજ આવી ગયો.“આ મહેન્દ્ર શું વાત કરી રહ્યો છે? શેનો ગુનો થવા જઈ રહ્યો છે?”આશુતોષને હવે ખરેખર ચીઢ ચઢી. એક તો નિર્ઝર એના ફોન પર આવેલા દરેક મેસેજ વાંચતી હતી, ઉપરથી એ એને જણાવતી પણ