11 ટાસ્ક્સ - Chapter 20

  • 148

“હેય આશુતોષ...ગુડ મોર્નિંગ!તારા માટે મેં એક હાઉસ મેઇડ તથા એક કૂક પસંદ કરી લીધી છે. એ સવારે સાડા આઠ વાગ્યે તારે ત્યાં પહોંચી જશે.હું કોઈ પુરુષને પણ સેમ કામ માટે મોકલી શકું છું. તું પહેલા આ બે લેડીને ટ્રાય કરી જો. એમનું કામ ન ગમે તો પછી બીજા વિકલ્પ પર જઈશું.”આશુતોષ આજ ફરી મોડો ઉઠ્યો હતો. એ ઉઠ્યો એવો જ ફોન ચાર્જિંગમાં મૂકી બાથરૂમમાં ઘૂસ્યો હતો. આજ એણે મેસેજ જોવાનું ટાળ્યું હતું. ગઈ રાત્રે એના સ્કૂલ ફ્રેન્ડનું જે ગેટ ટુ ગેધર થવાનું હતું એને લગતા ઘણા બધા મેસેજિસ આવી રહ્યા હતા એટલે કંટાળીને એ પછી નેટ બંધ કરીને સૂઈ ગયો