“હું તૈયાર છું. આજથી જ હું આ ટાસ્ક પર કામ કરીશ. અગિયારે અગિયાર ટાસ્કસ પૂરા કરી દેખાડીશ.”એણે મેસેજ સેન્ડ કરી ફોન ચાર્જિંગમાં મૂક્યો અને બાથરૂમમાં ઘૂસ્યો. આજે એણે ગીત ગાતા ગાતા, આખા શરીર બહુ બધો સાબુ લગાડી, એના ફીણ વડે એક એક અંગને મસળી મસળીને ધોયો અને પછી સ્વગત બોલતો હોય એમ કહ્યું, “એક ટાસ્ક પૂરો!"કમરે ટુવાલ વીંટાળી એ બાથરૂમમાંથી સીધો કિચનમાં ગયો. પોતાને માટે ચા તૈયાર કરવા એણે ટાટા ઇન્સ્ટન્ટ ચાની પડીકી ઉઠાવી ત્યાં જ એની નજર સિંકમાં પડેલા અડધો ડઝન એંઠા કપ પર ગઈ. સવારની પાંચ મિનિટમાં કપ ધોવાઈ શકે? એણે વિચાર કર્યો ત્યાં જ બેડરૂમમાં પલંગ પર