11 ટાસ્ક્સ - Chapter 9

એની ઇચ્છા તો ઘણીય હતી કે એકવાર ઘરે ફોન કરે કે રૂબરૂ જઈ મમ્મીને, એના ભાઈને, આખી વાત સમજાવે પણ એ ઇચ્છા ઇચ્છા જ રહી ગઈ હતી. એણે એ પછી ઘરે ફોન નહોતો કર્યો. એની મમ્મીનો બે વાર કૉલ આવેલો ને જેવું એમણે શૈલીનું નામ લીધું કે તરત જ આશુતોષે કૉલ કટ કરી દીધો હતો. એમનો પણ ફરી ફોન નહોતો આવ્યો, કદાચ આવ્યો હોય તો આશુતોષે એ ઉપાડ્યો નહોતો.એક સુંદર ચમકતો દેખાઈ રહેલો સિક્કો બીજી બાજુએથી ઘસાઈ ગયેલો હોય એવું શક્ય છે. આશુતોષ પણ એવો જ એક ચમકતો સિક્કો હતો જેની બીજી ઘસાઈ ગયેલી બાજુ વિશે ભાગ્યે જ કોઈ જાણતું