“હેય આશુતોષ...આજનું કામ:આજે તારે વરસોથી મનમાં દબાઈને પડેલી તારી એક ઇચ્છા પૂરી કરવાની છે. એક એવી ઇચ્છા જે તું દિલથી ઇચ્છે છે કે પૂરી થાય પણ કોઈક કારણોસર તું એ માટે ક્યારેય જીદ નથી કરી શક્યો.ગઈ કાલે તારી સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનું બાકી રહી ગયું હતું, એ આજે મોકલી રહી છું.”“તુને મારી એન્ટ્રી યાર દિલ મેં બજી ઘંટી યાર, ટિંગ... ટીંગ...ટીંગ..."આશુતોષના ઘરનો ડોરબેલ વાગ્યો હતો. કોઈક બારણે આવી ઊભું હતું. એ હજી તો ટુવાલ ભેર કિચનમાં ફરી રહ્યો હતો ત્યાં આ કોણ આવી ચઢ્યું એમ વિચારી એણે ઝડપથી ટીશર્ટ અને પેન્ટ ચઢાવી એક હાથે વાળ સરખા કરતા દરવાજો ખોલ્યો.દરવાજે પૈડાવાળી મોટી