અગનખેતર

અમૃતલાલ માત્ર એક બિલ્ડર નહોતા, તેઓ આખા રાજ્યના રિયલ એસ્ટેટ કિંગ અને વહીવટી તંત્રના અદ્રશ્ય સૂત્રધાર હતા. તેમનું મનોવિજ્ઞાન એક ખાસ સિદ્ધાંત પર ચાલતું: "દુનિયામાં માણસની કોઈ કિંમત નથી હોતી, કિંમત માત્ર એ માણસ જે જમીન પર ઊભો છે એ લોકેશનની હોય છે." તેમના માટે જમીન એ માત્ર માટીનો ટુકડો નહોતો, પણ પાવર (સત્તા)નું સૌથી મોટું પ્રતીક હતું. નાનપણમાં ગરીબી જોઈ ચૂકેલા અમૃતલાલના મનમાં એક ભારે અસલામતી ઘર કરી ગઈ હતી. તેમને લાગતું કે જેટલી વધુ જમીન તેમની પાસે હશે, એટલા જ તેઓ સુરક્ષિત અને શક્તિશાળી રહેશે. આ અસલામતી જ સમય જતાં એક હિંસક લોભમાં બદલાઈ ગઈ હતી.અમૃતલાલની ઓફિસમાં મંત્રીઓ,