કૉકટેલ 2

  • 48

કૉકટેલ 2-રાકેશ ઠક્કર         જ્યારે કોઈ ક્લાસિક ફિલ્મના નામે સિક્વલ કે સ્પિરિચ્યુઅલ સિક્વલ આવે છે ત્યારે દર્શકો થિયેટરના હોલમાં માત્ર એક નવી વાર્તા જોવા નથી જતા પરંતુ પોતાની જૂની યાદો અને અપેક્ષાઓનું એક મોટું પોટલું લઈને જાય છે. નિર્માતા માટે આ એક સલામત રમત હોઈ શકે છે. કારણ કે ટાઈટલના કારણે ફિલ્મને શરૂઆતી હાઈપ અને બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ તો મળી જાય છે. પરંતુ અસલી કસોટી ત્યારે થાય છે જ્યારે થિયેટરના અંધારામાં સ્ક્રીન પર નવો દસકો અને જૂની યાદો સામસામે આવીને ઊભા રહે છે. આવું જ કંઈક ફિલ્મ ‘કૉકટેલ 2’ (2026) સાથે પણ જોવા મળી રહ્યું છે.