કાવ્યા તેના માતા-પિતાની એકની એક લાડકવાઈ દીકરી હતી. નાનપણથી જ તે મુક્ત પંખીની જેમ જીવી હતી. તેને ક્યારેય કોઈ વાતે ટોકવામાં નહોતી આવી. પોતાના નિર્ણયો જાતે લેવા, મનગમતા કપડાં પહેરવા, મોડી રાત સુધી પુસ્તકો વાંચવા અને સવારે મોડા ઉઠવું—તે પોતાની શરતો પર જીવતી મરજીની માલિક હતી. પિતા હંમેશા કહેતા, "મારી દીકરી સિંહણ છે, એ ક્યારેય કોઈની સામે ઝૂકશે નહીં." કાવ્યાના સપનાઓની ઉડાન અસીમિત હતી.પણ લગ્ન થતાં જ આખી દુનિયા પલટાઈ ગઈ. કાવ્યાના લગ્ન એક મોટા, પ્રતિષ્ઠિત અને રૂઢિચુસ્ત સંયુક્ત પરિવારમાં થયા. હવે તે માત્ર 'કાવ્યા' નહોતી, પણ એ ઘરની મોટી વહુ, રાઘવની પત્ની અને દિયરની ભાભી હતી. સવારે સૂરજ ઉગે