**લોકેશન:** જુહુ, મુંબઈ – એક આલીશાન ફાઇવ-સ્ટાર હોટેલનો બેનક્વેટ હોલ.કેમેરાના ફ્લેશ લાઈટ્સનો ઝબકારા, હવામાં મોંઘા શેમ્પેઈનની સુગંધ અને બોલિવૂડના તમામ મોટા ચહેરાઓ.ઇવેન્ટ હતી ઇન્ડસ્ટ્રીની નંબર-૧ સુપરસ્ટાર માયરા ની સક્સેસ પાર્ટીની. બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગી રહ્યું હતું અને હોલના સેન્ટર સ્ટેજ પરથી માયરા નીચે ઉતરી રહી હતી.ડિઝાઇનર ગળાડૂબ ગાઉન, ગળામાં કરોડોનો ડાયમંડ નેકલેસ, આંખોમાં ગર્વ અને હોઠ પર એક કાતિલ સ્મિત. માયરા સાઉથની નાની ફિલ્મોમાંથી આવીને આજે બૉલીવુડની નંબર 1 hiroinbબની ગઈ હતી. પણ આ સફળતાની સાથે તેના પર ચડ્યો હતો અહંકારનો એવો નશો, જેની સામે તે કોઈને ગણકારતી નહોતી. જે સાથી મિત્રોએ તેને સપોર્ટ કર્યો હતો, તેની સફળતા માં સાથે હતાં,આજે