ચતુર બનોઆપણા જીવનમાં ઘણા બધા લોકો આવતા હશે અને જીવનપથ દરમ્યાન ઘણા લોકો હજુ આવશે. આપણા જીવનમાં આવતા લોકોને આપણે મુખ્યત્વે બે રીતે જોતા હોઈએ છીએ, એક સીધા લોકો કે જેનું જીવન એકદમ સરળ હોય છે અને સીધી રીતે કોઈ પણ કપટ વગર જીવતા હોય છે અને બીજા એવા લોકો હોય છે જે ચતુર અને ચાલાક હોય છે. આવા લોકો બીજા સાથે કઈ કરે તો પણ કરનારને ખબર પડતી નથી અને ચતુરાઈથી એનું જીવન જીવતા હોય છે. આપણે લોકો આવા ચતુર લોકોથી દૂર ભાગતા હોઈએ છીએ અને આપણે કહેતા હોઈએ છીએ કે સાંભળતા હોઈએ છીએ કે “જીવન સીધા બનીને જીવો,