લોટાનો ગોટાળોઅસ્થિ ની અસ્થિર સફર લેખક રૂપેન પટેલગામમાં દાદા (છોટાલાલ) એટલે આખી રંગીન મિજાજની હવેલી! ઉંમર ભલે ૮૫ વર્ષની હતી, પણ શોખ ૨૫ વર્ષના નવયુવાન જેવા. આંખે લાલ ચશ્મા, માથામાં સુગંધિત તેલ, અને રેડિયો પર હંમેશાં વાગતું હોય—"બાબુજી ધીરે ચલના..."! દાદાનો એક જ નિયમ હતો: "જીવો ત્યાં સુધી જલસા કરો!"દાદાની અંતિમ ઈચ્છા એવી હતી કે મરતાં પહેલાં હરિદ્વાર જઈને ગંગાજીમાં એક મસ્ત ડૂબકી મારવી છે, અને ઘાટ પર બેસીને ભજન સાંભળવા છે. પણ વિધિની વક્રતા તો જુઓ, દાદા ગંગાજી પહોંચે તે પહેલાં જ ખાટલામાં જ ગુજરી ગયા! ડૂબકી મારવાની ઈચ્છા અધૂરી રહી ગઈ.ગામના ચોતરે બેઠેલા વડીલોએ રમણ કાકાને સલાહ આપી:"રમણિયા,