નિલક્રિષ્ના - ભાગ 61

અમીનાં છાંટણાં કરવાથી નિલ ભૂમિનું ઝેર દૂર થશે. પરંતુ, એ ઝેરનો સદાકાળ માટે નાશ કેવી રીતે કરવો એ પ્રશ્ન બધા દેવતાઓ માટે ચિંતાનો વિષય બની ગયો હતો.નિલભૂમિમાં ફેલાયેલું એ વિષ એટલું ભયંકર હતું કે સ્વયં ધરા પાસે પણ તેનો કોઈ ઉપાય નહોતો. અંતે તેણે નિલભૂમિની પવિત્ર ભૂમિ પર મહાદેવનું શિવલિંગ સ્થાપિત કર્યું અને અનન્ય ભક્તિથી પૂજા-અર્ચના તથા તપ શરૂ કર્યું. ધરાની નિષ્ઠાભરી પ્રાર્થનાથી મહાદેવ પ્રસન્ન થયા. તેઓ પ્રગટ થયા અને કરુણાભરી વાણીમાં બોલ્યા,"હે ધરા, આ વિષને ઓગાળવાની અને પચાવવાની શક્તિનું વરદાન મેં તારી પુત્રી નિલક્રિષ્નાને આપ્યું છે. નિલભૂમિમાં જ્યાં જ્યાં આ ઝેર ફેલાયું છે, તે બધું પોતાની કાયામાં સમાવી લેવાની