સ્પિરિટ બોર્ડ

  • 64

ઉનાળાનું વેકેશન એટલે મામાનું ઘર અને મામાનું ઘર એટલે ધમાલ-મસ્તીની ગેરંટી! આ વખતે વેકેશનમાં આખા પરિવારનાં ૧૦ કઝીન ભાઈ-બહેનો (આરવ, મીરા, કબીર, દિયા, માનવ, રિયા, દેવ, ઈશા, નીલ અને રાજ) મામાના ઘરે ભેગા થયા હતા. મામાનું ગામડામાં એક મોટું આંબાવાડિયું અને ત્યાં વચ્ચે એક આધુનિક ફાર્મ હાઉસ હતું.મોટેરાઓની રોકટોકથી કંટાળીને, એક રાતે આ દશેય જણાએ પ્લાન બનાવ્યો – "આજે રાતે ફાર્મ હાઉસ પર નાઈટ આઉટ!" મામા-મામીને જેમતેમ મનાવીને, રાતનું જમવાનું ભેગું લઈ, આખી ટોળકી ફાર્મ હાઉસ પર પહોંચી ગઈ.રાતના બાર વાગ્યા હતા. ચારેય બાજુ ઘનઘોર અંધારું અને નકામા તમરાંનો ડરામણો અવાજ આવતો હતો. બહારના આંબાના જુના ઝાડના પડછાયા બારીમાંથી જાણે