માયાવી જંગલથી બહાર નીકળ્યા પછી નિલક્રિષ્ના અને અવનિલ તરત જ પિતા ધૃણ પાસે આવી પહોંચ્યા. ત્યારે પૃથ્વીનું વાતાવરણ અસાધારણ ગંભીર હતું. આકાશમાં જાણે કોઈ અજાણ્યું ભારણ છવાઈ ગયું હોય એમ લાગતું હતું. સમુદ્રના મોજાં પણ સામાન્ય કરતાં વધુ ગર્જના કરી રહ્યાં હતાં અને પવનમાં એક અશુભ સંકેતનો અહેસાસ થતો હતો.પિતા ધૃણની પાસે ધરા, બાબા આર્દ અને અન્ય દિવ્ય આત્માઓ પહેલેથી જ ઉપસ્થિત હતાં. સૌના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ સાથે સાથે આશાની એક ઝાંખી પણ હતી, કારણ કે હવે નિલક્રિષ્ના તેમની વચ્ચે હાજર હતી. ધરાની નજર નિલક્રિષ્ના પર પડી, એમની આંખોમાં વર્ષોથી દબાયેલા લાગણીઓના દરિયા ઊભરાઈ આવ્યા. એક પળ