મન-મર્કટનો મોહપાશજે વિચારને તમે જબરદસ્તીથી મનમાંથી હાંકી કાઢવા મથશો, એ જ 'વાંદરો' બનીને તમારા આખા હૃદયને વલોવી નાખશે; મુક્તિ લડવામાં નથી, માત્ર 'સાક્ષી' બનીને તેને ઓગળી જતાં જોવામાં છે. આ વાર્તા મન ને કાબુ માં રાખવાની દિશા બતાવશે. માનવ મન પણ કેવું અકળ છે! ક્યારેક એ અફાટ આકાશ જેવું શાંત હોય છે, તો ક્યારેક પ્રલયકારી સમુદ્ર જેવું વલોવાતું હોય છે. મનની આ જ વ્યાકુળતા અને તેના દમનથી ઊભી થતી પીડાની આ એક મનનીય કથા છે. ઘણા સમય પહેલાંની વાત છે. ગિરનારની હરિયાળી કંદરાઓમાં (ગુફા) પરમ પૂજ્ય સમર્થ સ્વામી સચ્ચિદાનંદ નામના એક આત્મજ્ઞાની સંત રહેતા હતા. તેમની આંખોમાં હિમાલયની શાંતિ અને