નિલક્રિષ્નાએ આંખો બંધ કરી. ઘૃણે આપેલી દિવ્ય દ્રષ્ટિ દ્વારા એ અમર વૃક્ષનું સ્મરણ કરવા લાગી. એની આંખો ભલે બંધ હતી, પરંતુ એનું ચિત્ત, એનો આત્મા અને એનું સંકલ્પ અમર વૃક્ષ તરફ દોડી રહ્યા હતા. અવનિલ પણ એની બાજુમાં ઉભો હતો. આસપાસનું માયાવી જંગલ જાણે જીવંત બની ગયું હતું. વૃક્ષો ધીમે ધીમે પોતાની જગ્યાએથી ખસવા લાગ્યા. જમીનમાંથી અજાણ્યા અવાજો આવવા લાગ્યા.એ સમયે અચાનક તેમની સામે એક વિશાળ કાળી બિલાડી પ્રગટ થઈ. એની આંખો અગ્નિ જેવી લાલ હતી.એની અંદર હજારો ભ્રમો વસતા હતા. જે કોઈ એની આંખોમાં જોતું, એ પોતાના જીવનની સૌથી મોટી ઇચ્છાઓ, સૌથી મોટા ડર અને સૌથી પ્રિય સ્મૃતિઓમાં ખોવાઈ