ક્લાર્ક માંથી કિલર : ધંધામાં ધર્મ ના હોયલેખક : રૂપેન પટેલ વાર્તા અમદાવાદની એક મોટી ટેક્સટાઈલ મિલમાં ૨૨ વર્ષથી વફાદારીપૂર્વક કામ કરતા 'મનસુખભાઈ' (ઉંમર ૪૮ વર્ષ)ની છે. મનસુખભાઈ એક સીધા, પ્રમાણિક અને સોસાયટીમાં ઈજ્જતદાર માણસ છે. અચાનક, કંપની ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) લાવીને મનસુખભાઈ સહિતના જૂના સ્ટાફને એક જ ઝાટકે નોકરીમાંથી કાઢી મૂકે છે.મનસુખભાઈ ૨૨ વર્ષથી જે મિલમાં કાગળો સંભાળતા હતા, તેના માલિક રમણભાઈ એમને એક મિનીટમાં નોકરીમાંથી કાઢી મૂકે છે. (મિલની કેબિનમાં) રમણભાઈ: "મનસુખ, હવે તારા કાગળિયાની જગ્યાએ કોમ્પ્યુટરમાં AI આવી ગયું છે. તું કાલથી ન આવતો."મનસુખભાઈ (હાથ જોડીને): "પણ રમણભાઈ, મારી દીકરીના લગ્ન છે... એ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અમારી જિંદગી