અવનિલે પહેલી વાર જ્યારે એ અજાણ્યા પુરુષને જોયો, ત્યારે એને લાગ્યું કે જાણે આ માયાવી જંગલના અંધકારમાંથી કોઈ પ્રાચીન રહસ્ય સાકાર થઈને એની સામે ઊભું રહ્યું હોય.તેનું નામ નરવીર હતું.માયાવી ભાષામાં "નરવીર" શબ્દનો અર્થ માત્ર શૂરવીર મનુષ્ય નહોતો થતો, પરંતુ એવો આત્મા જે માયાના હજારો બંધનોમાં જીવતો હોવા છતાં સત્યનો માર્ગ છોડતો નથી. માયાવી લોકો તેને "નરવીહ્ર" કહેતા, જેનો અર્થ હતો, "માયાના દરિયામાં ડૂબીને પણ પોતાની ચેતનાને અખંડ રાખનાર યોદ્ધા."એની ઉંમરનો અંદાજ લગાવવો અશક્ય હતો. એના ચહેરા પર વૃદ્ધાવસ્થાની કરચલીઓ હતી, પરંતુ આંખોમાં યુવાન યોદ્ધા જેવું તેજ પ્રગટતું હતું. જાણે હજારો વર્ષોના અનુભવ અને બાળક જેવી નિર્મળતા એકસાથે વસતા હોય.એના