નિલક્રિષ્ના - ભાગ 56

ઈશ્વરનું કાર્ય તો અવિરત રીતે ચાલી જ રહ્યું હતું. સમયના અજાણ્યા પ્રવાહમાં તે એવી ગૂંથણીઓ રચી રહ્યો હતો, જેનો અર્થ કોઈ સામાન્ય માનવી તરત સમજી શકે તેમ નહોતો. પરંતુ એ જ ઈશ્વરીય આયોજન મને સત્યની વધુ નજીક લઈ જઈ રહ્યું હતું. દરેક ઘટના જાણે કોઈ અદૃશ્ય હાથ દ્વારા ગોઠવાઈ રહી હતી, અને એ ગોઠવણીનો એક મહત્વનો ભાગ નિલક્રિષ્ના સુધી પણ પહોંચી ગયો હતો.તમને પણ કદાચ પ્રશ્ન થતો હશે કે,"એવું કયું પાસું હતું, જે માયાના ભયંકર મુખમાં પહોંચી ગયેલી નિલક્રિષ્નાની શોધ કરતાં કરતાં ત્યાં સુધી આવી પહોંચ્યું હતું?"તો એ પાસું બીજું કોઈ નહીં, પરંતુ કૃત્રિમ દુનિયામાં નિલક્રિષ્નાને મળેલો અવનિલ જ હતો.નિલક્રિષ્ના