નિલક્રિષ્ના - ભાગ 55

(નિલક્રિષ્નાએ કૃત્રિમ દુનિયાની એક નાનકડી ઝુંપડીમાં પાંચ દિવસ વિતાવ્યાં. આ પાંચ દિવસ દરમિયાન તેણે પૃથ્વી અને તેના રહસ્યો વિશેનું વિશાળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્ઞાનપ્રાપ્તિ પૂર્ણ થતાં બે જ તે સીધી સોમનાથ મંદિર પહોંચી ગઈ. ત્યાં પહોંચીને તેણે પંડિતજીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ વિધિપૂર્વક અને શ્રદ્ધાભાવથી સંપન્ન કર્યા.ત્યારબાદ નિલક્રિષ્નાએ પોતાના અદમ્ય સંકલ્પ અને અસાધારણ શક્તિના બળે ધરતીની અંદર એક ગુપ્ત સુરંગ ખોદવાનું શરૂ કર્યું. લાંબી મહેનત પછી તે સુરંગ ધૃણના અવાજ સુધી પહોંચી. હજારો વર્ષોથી સમુદ્રના ગહન તળિયે દટાયેલું ધૃણનું શરીર તેણે શોધી કાઢ્યું અને અત્યંત કાળજીપૂર્વક તેને બહાર કાઢીને સુરક્ષિત સ્થાને રાખ્યું.ધૃણને સુરક્ષિત કર્યા પછી નિલક્રિષ્નાએ તેની પાસેથી મળેલી સલાહને પોતાના