કાળચક્ર: ચેનપુરની માયાજાળ

  • 80

કાળચક્ર: ચેનપુરની માયાજાળલેખક : રૂપેન પટેલ વર્ષ ૨૦૧૦. આખા ગુજરાતને હલાવી દેનાર એ હાઈ-પ્રોફાઈલ રાજકીય હત્યા અને ફેક એન્કાઉન્ટર કેસની ફાઈલ ફરી ખુલી હતી. સમર અને રણધીરને એક પાક્કી બાતમી મળી હતી કે એન્કાઉન્ટરનો એકમાત્ર સાક્ષી અને ખૂંખાર ગુનેગાર 'વિક્રાલ' મધ્ય પ્રદેશના ગાઢ જંગલોમાં આવેલા 'ચેનપુર' ગામમાં છુપાયો છે. પોતાના જીવ બચાવવા અને પ્રમોશનની લાલચમાં તેઓ વિક્રાલનો શિકાર કરવા નીકળી પડ્યા.બંને જંગલની વચોવચ આવેલા એક જૂના, સડી ગયેલા લાકડાના પુલ પાસે પહોંચ્યા."આ પુલ પાર કરીશું એટલે ચેનપુર ગામ આવશે. બાતમી પાક્કી છે રણધીર, વિક્રાલ આજે આપણા હાથમાંથી બચવો ના જોઈએ." સમરે પોતાની રિવોલ્વર લોડ કરતા કહ્યું.જેવો બંનેએ પુલ પાર કર્યો, હવાની