નિલક્રિષ્ના - ભાગ 49

ધરાની આંખોમાં આશ્ચર્ય, આનંદ અને માતૃત્વની ઝંખનાના અસંખ્ય રંગો એકસાથે ઝળહળી ઊઠ્યા હતા. સમુદ્રકના શબ્દોએ જાણે તેના અંતરના સૂના આકાશમાં અચાનક પૂર્ણિમાનો ચંદ્ર ઉગાડી દીધો હોય.સમુદ્રકે ફરી ધીમા સ્વરે કહ્યું,“નિલક્રિષ્ના માત્ર એક બાળકી નથી ધરા...! એ આપણાં પ્રેમનું જીવંત સ્વરૂપ છે. આપણો અંશ...! આપણું જ અસ્તિત્વ છે.”આ શબ્દો સાંભળતાં જ ધરાના હોઠો પર સ્મિત ખીલી ઊઠ્યું. તેની આંખોમાં અશ્રુઓની ચમક આવી ગઈ.“મારી પણ એક ઢીંગલી છે...!” તે હરખથી બોલી ઊઠી.સમુદ્રકે સ્નેહપૂર્વક તેની નજીક જઈ તેના કંપતા શ્વાસોને શાંત કર્યા અને કહ્યું,“હા ધરા, આપણી પુત્રી. આજે એ વીસ વર્ષની થઈ ગઈ હશે. મને હજુ પણ એના નાનકડા હાથ યાદ છે, એ નાનકડું