સ્વ ની ખોજ - ભાગ 2

(31)
  • 766
  • 290

ડીપ્રેશન અને સ્વ-સબઘર્ષ (The Dark Night Of the Soul)જ્યારે આપણે ડિપ્રેશન (Depression) નો સામનો કરીએ છીએ, ત્યારે આપણને લાગે છે કે આપણું અસ્તિત્વ ભૂંસાઈ રહ્યું છે. આ એ તબક્કો છે જ્યાં આપણા અહંકાર (Ego) ના ધજાગરા ઉડે છે. જે બધું આપણે 'મારું' માનતા હતા, તે બધું જ જ્યારે છીનવાઈ જાય, ત્યારે આપણે પીડાની એવી ચરમસીમા (Extreme point) પર પહોંચીએ છીએ જ્યાં આપણે ગૌતમ બુદ્ધની જેમ જીવનના સત્યને શોધવા મજબૂર થઈએ છીએ. ધીમે ધીમે આપણું હું-પણાનું (Sense of 'I') તત્વ ખૂબ જ સ્વેચ્છાએ ઓગળે છે અને આપણું આંતરિક મન એક પરમ શક્તિ (Higher energy) અને શાંતિનો અનુભવ કરી શકે છે.