જીવનની સાચી સંપત્તિ “એક માછીમારે સમુદ્રને જીત્યો, એક કરોડપતિએ સમુદ્રને પણ ખોયો. વાંચો એ વાર્તા જે તમને પૂછવા મજબૂર કરશે — તમે જીવી રહ્યા છો કે દોડી રહ્યા છો?” ગુજરાતના પોરબંદરથી નજીકના એક વેરાવળ નામના નાનકડા ગામમાં, સમુદ્ર કિનારે એક વૃદ્ધ વડના છાયામાં બેઠો હતો વાઘેર માછીમાર. તેની આંખોમાં સમુદ્ર જેવી શાંતિ હતી. સંતોષ ની તૃપ્તિ હતી. સવારના તાજી માછલી પકડીને તેણે બજારમાં વેચી લીધી હતી. હવે તે આરામથી બીડી પીતો, લહેરોને જોતો હતો. જીવનનો આનદ માણતો હતો. ત્યાં એક અમીર વ્યવસાયી, મુંબઈથી આવેલો પુંજાભાઈ, ત્યાંથી પસાર થતો હતો. તેના હાથમાં મોંઘો કેમેરા હતો. તેણે વાઘેરને જોઈને પૂછ્યું, “ભાઈ,