સંતોષ અને અસંતોષ सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः । मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः ॥१४॥ શ્રીમદ ભગવદ ગીતા "જે યોગી (મનુષ્ય) સદા સંતુષ્ટ રહે છે, જેનું મન અને ઇન્દ્રિયો તેના પોતાના વશમાં છે, જે ઈશ્વરની ભક્તિમાં દ્રઢ સંકલ્પવાળો છે અને જેણે પોતાનું મન તથા બુદ્ધિ મને (પરમાત્માને) અર્પણ કરી દીધા છે, તેવો મારો ભક્ત મને અત્યંત પ્રિય છે." એક નાના એવા ગામમાં એક બહુ સંતુષ્ટ ગરીબ માણસ રહેતો હતો. નામ હતું સુખદેવ. તે સંતુષ્ટ હતો તેથી સુખી પણ હતો. તેને ખબર પણ નહોતી કે હું ગરીબ છું. ગરીબી માત્ર તેમને જ ખબર પડે છે જેઓ અસંતુષ્ટ થઈ જાય છે.