ચાંદ મેરા દિલ-રાકેશ ઠક્કર ‘ચાંદ મેરા દિલ’ (2026) ની સરખામણી કોઈ રીતે ‘સૈયારા’ સાથે થઈ શકે એમ નથી. કમાણીની રીતે તો પ્રશ્ન જ નથી પણ બંને ફિલ્મોની વાર્તામાં કોઈ સામ્યતા નથી. ફિલ્મનું સંગીત કદાચ 'સૈયારા'ના સંગીતની યાદ અપાવે તેવું હોઈ શકે છે. ફિલ્મના ગીતોના શબ્દોમાં ગહનતા અને અર્થપૂર્ણતા છે. સચિન -જિગરના એક-બે ગીતો એવા છે જે ખૂબ જ કર્ણપ્રિય છે અને લોકો તેને વારંવાર સાંભળવાનું પસંદ કરી રહ્યા છે. ‘સૈયારા’ એક સંપૂર્ણપણે અલગ લવ સ્ટોરી હતી. જ્યારે ‘ચાંદ મેરા દિલ’ તેના કરતા સાવ અલગ વિષય પર આધારિત છે. ફિલ્મનો વિષય જ બદલાઈ જાય છે. ‘સૈયારા’માં જ્યાં માત્ર પ્રેમ