માનવ મન

જીવનને બદલતો એક અજોડ માર્ગજીવનમાં દરેક માણસ ખુશી શોધે છે. કોઈ પૈસામાં ખુશી શોધે છે, કોઈ પ્રસિદ્ધિમાં, કોઈ સંબંધોમાં અને કોઈ સફળતામાં. પરંતુ ઘણીવાર જીવનની લાંબી સફર પછી સમજાય છે કે સાચી ખુશી બહાર ક્યાંય નથી, તે તો આપણા વિચારોમાં, આપણા કાર્યમાં અને શીખવાની ભાવનામાં છુપાયેલી હોય છે. માણસ જ્યારે પોતાને સમજવા લાગે છે, પોતાના કામને સંપૂર્ણ સમર્પણથી કરવા લાગે છે અને દરેક દિવસને કંઈક નવું શીખવાની તક માને છે, ત્યારે જ જીવનનું સાચું સૌંદર્ય ખુલવા લાગે છે.પ્રાચીન રોમના મહાન શાસક જુલિયસ સીઝર કહેતા હતા કે “શીખતા રહેવું એ જીવનનો સાર છે.” આ એક સામાન્ય વાક્ય નથી; આ આખા જીવનનો