નિલક્રિષ્ના - ભાગ 45

અસુરરાજ કેતુક : "તું ચિંતા ન કર વૃજા. આપણું મગશદ એક જ થયું. અસુર પુત્ર ને પૃથ્વી ની કોખે જન્મતા કોઈ રોકી નહીં શકે. હવે તો આપણા હાથમાં વિજય જ વિજય છે."વૃજાનાં હોઠો પર એવી ભયંકર સ્મિત ફેલાઈ ગઈ કે આસપાસ ઊભેલા દૈત્યોનાં ચહેરા પણ ક્રૂર આનંદથી ચમકી ઊઠ્યાં. અસુર લોકમાં  અંદર સળગતી અગ્નિજ્વાળાઓ અચાનક વધુ પ્રચંડ  બની. ત્રિનવર્ત ધીમે ધીમે આગળ વધ્યો. એની આંખોમાં કાળો ધુમાડો તરતો દેખાતો હતો. એ બોલવા લાગ્યો,ત્રિનવર્ત : "જ્યારે એ દૈત્યપુત્ર જન્મ લેશે. ત્યારે પૃથ્વીનું સંતુલન જ તૂટી જશે. એ બાળક માત્ર દૈત્ય નહીં હોય. એ તો અસુરશક્તિઓનું જીવતું કેન્દ્ર હશે. એની અંદર હજારો