ઋણાનુંબંધ પ્રેમ પ્રણય અને પ્રિતી ઘણા સમય બાદ એકાંતની ક્ષણમાં એકબીજામાં ખોવાઇને બેઠા હતા. પ્રણય એ પ્રિતીનો હાથ પકડી રાખ્યો હતો જ્યારે પ્રિતી તે પ્રણયના ખભા પર માથું ઢાળીને બેઠી હતી. તેઓ બંને લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં હતા પણ એકબીજાને પ્રેમનો એકરાર હમણા જ કર્યો હતો. બંને દુનિયાની પરવા કર્યા વગર એકબીજામાં એટલા ખોવાઇ ગયા હતા કે કયાંય કોઇની પરવા જ નહતી. અચાનક પ્રિતી પ્રણયનો હાથ છોડી ઉઠે છે. પ્રણય આશ્ચર્યથી તેની સામે જોઇ રહે છે અને ફરીથી તેનો હાથ પકડે છે. પ્રિતી : પ્રણય, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. પ્રણય : મારો પ્રેમ પણ કયાં ઓછો છે તારાથી ? ‘‘તુમસે પ્યાર