સરકારી કચેરીઓની બહાર લાંબી લાઈનોમાં ઊભેલા લોકોના ચહેરા લગભગ સરખા જ હોય છે — થાકેલા, આશાવિહોણા અને ક્યાંક અંદરથી જીવન સામે હારી ગયેલા. એ જ લાઈનમાં એક ચહેરો હતો — મિહિર. ઉંમર લગભગ ત્રીસની આસપાસ. ભણેલો-ગણેલો, સમજદાર… પણ નોકરી વગરનો. સરકારની નવી યોજના મુજબ બેરોજગાર યુવાનોને દર મહિને ભથ્થું મળવાનું હતું. પરંતુ એક શરત હતી — તમે નોકરી શોધવાનો પ્રયાસ કર્યો હોવો જોઈએ અને અલગ અલગ જગ્યાએથી રીજેક્ટ થયા હોવાના પુરાવા આપવાના. મિહિર માટે આ શરત આશીર્વાદ જેવી હતી. કારણ કે તેને કામ નહોતું કરવું… માત્ર “કામ શોધવાનો દેખાવ” કરવો હતો. તે રોજ નવી નવી કંપનીઓમાં ઈન્ટરવ્યૂ આપવા જતો. રિઝ્યૂમે