મસાલા મિસ્ટ્રી

(34)
  • 914
  • 266

મસાલા મિસ્ટ્રીલેખક : રૂપેન પટેલઅમદાવાદની એક શાંત સોસાયટીમાં સવિતાબેન રહે. સવિતાબેનની એક જ આદત—બારીમાંથી આખી સોસાયટી પર નજર રાખવી. ઉનાળાની ગરમીમાં રાત્રે ૧૧ વાગ્યે સવિતાબેન રસોડામાં ગુંદા અને અથાણાં માટેની કેરી સુધારીને ઊભા થયા. રસોડાની બારી પાસે ઊભા રહી તેઓ પોતાના ખાસ 'સીક્રેટ ગરમ મસાલા'ની તૈયારી કરતા હતા, ત્યાં જ અચાનક તેમની નજર બારીની બહાર ગઈ.સવિતાબેને બારીએથી ઝીણી આંખે જોયું. દૂરથી હેડલાઈટનો કોઈ ઝબકારો નહીં, પણ એક કાળો પડછાયો સરકતો દેખાયો. એક કાળી SUV ગાડી આવી. ના કોઈ હોર્ન, ના કોઈ બ્રેકનો અવાજ. ડ્રાઈવરે ગાડીની મેઈન હેડલાઈટ બંધ રાખીને માત્ર પાર્કિંગ લાઈટના સહારે પડોશના બંગલાના ગેટ પાસે ગાડી ઊભી રાખી.