નિલક્રિષ્ના - ભાગ 43

  • 86

સમુદ્રક બોલ્યો:“પૃથ્વીની ઈચ્છા હું સારી રીતે જાણું છું. એની અંતરની પુકાર જ મને અહીં સુધી ખેંચીને લાવી છે. હવે આ સંબંધ અડધે રસ્તે છોડીને પાછો ફરી જાઉં તો કાયર ગણાઈશ. પૃથ્વી પણ મને હૃદયથી સ્વીકારી ચૂકી છે, એટલે હવે કોઈ દેવતા કે કોઈ શક્તિ અમારા મિલનમાં વિઘ્ન બની શકશે નહીં. અને જો કોઈ મારા વરઘોડાની આડે આવશે, તો એની સામે લડવાની તાકાત પણ મારી પાસે છે. હવે જોઉં કે, કોણ અમારો એક વાળ પણ વાકો કરી શકે!”આમ, નારદજી રોજ એને સમજાવવા આવતા. તેઓ સમુદ્રકને સમજાવતાં કે આ માર્ગ સહેલો નથી. પરંતુ પ્રેમનું જાદુ એવું હતું કે, સમુદ્રક દિવસે દિવસે પૃથ્વીના