રઘુવંશ - ભાગ 2

  • 270
  • 84

"ઇતિહાસના એ અંધકારભર્યા ગર્ભમાં દબાયેલા ૧૦૦ સૂર્યોનું તેજ, જેણે અયોધ્યાના સિંહાસનને 'અજેય' બનાવ્યું... શું તમે તૈયાર છો એ રક્તગાથાને જીવવા?"#રઘુવંશ ભાગ. 2. આદિ સૂર્યોદય (ભાગ - ૨)વૈવસ્વત મનુએ જ્યારે સૃષ્ટિના પુનઃનિર્માણનો મંત્ર ફૂંક્યો, ત્યારે તેમની દિવ્ય દ્રષ્ટિ માત્ર વર્તમાન પર નહીં, પણ આગામી હજારો વર્ષોના ભવિષ્ય પર હતી. મનુ અને શ્રદ્ધાના મિલનથી જે દસ પુત્રોનો જન્મ થયો, તેઓ પૃથ્વીના દસ દિગ્પાલકો સમાન હતા. પરંતુ, આ દસ રત્નોમાં જેનું તેજ મધ્યાહ્નના સૂર્ય જેવું પ્રખર હતું, તે હતા જ્યેષ્ઠ પુત્ર — મહારાજ ઈક્ષ્વાકુ.ઈક્ષ્વાકુનો જન્મ એ સૂર્યવંશ માટે એક આશીર્વાદ સમાન હતો. કહેવાય છે કે જ્યારે મનુ મહારાજ પિતૃઓની આરાધના કરી રહ્યા હતા, ત્યારે