પ્રેમની વસંત : ઘણા સમય પછી ફોન, વોટ્સએપ અને વીડીયો કોલ પર વાત કર્યા પછી આજે પહેલી વાર પ્રણય અને પ્રિતી રૂબરૂમાં મળવાના હતા. પ્રણય અને પ્રિતી બાળપણના મિત્રો હતા. ૧૨ ધોરણ સુધી એક જ શાળા અને વર્ગમાં ભણ્યા હતા. પ્રણયને ઉચચ અભ્યાસ કરવાનો હોઇ, તે વિદેશ સેટલ થઇ ગયો હતો. જયારે પ્રિતી અહી જ આગળ અભ્યાસની સાથે નોકરીની તૈયારી કરતી હતી. એ અરસામાં પ્રિતી અને પ્રણય વચ્ચે ફોન પર તો વાત ચાલતી હતી. પણ રૂબરૂમાં પ્રણયને સમય ન હોઇ, મળી શકતા ન હતા. આજે ઘણા સમય બાદ પ્રણયનો મેસેજ આવ્યો કે તે તેને મળવા આવે