શાશ્વત સુખનું શોધન!

  • 1.5k
  • 530

અનાદિ અને અનંત એવા આ સંસારમાં જીવમાત્ર નિરંતર સુખને શોધે છે. કીડીને સાકરના ટુકડામાં સુખ લાગે છે. ફૂદાને મીણબત્તીના પ્રકાશમાં સુખ લાગે છે. ભૂખ્યા પ્રાણીને ખાવાનું મળતાં સુખ લાગે છે. અને મનુષ્યોને પાંચ ઇન્દ્રિયોના ભૌતિક સુખોમાં સુખ લાગે છે. સુખ મેળવવા માટે મનુષ્યએ ભૌતિક સાધનો જેવાં કે લક્ષ્મી, જમીન, ઘરબાર, મોટરગાડી, સંપત્તિ, સંબંધો, સંતાનો વગેરે પાછળ આંધળી દોટ મૂકી છે. પછી એમાંથી સુખ નથી મળતું તો અન્ય સાધનો જેવાં કે ખાણીપીણી, ગોસિપ, મ્યુઝિક, પાર્ટી, ડ્રિન્ક્સ, વ્યસન, ટી.વી. ચેનલો, ઈન્ટરનેટ સર્ફિંગ અને સોશિયલ મીડિયા દ્વારા સુખ મેળવવા ફાંફાં મારે છે. આ બધા સાધનો દ્વારા સુખ તો મળે છે, પણ શું એ