સૂબેદાર

  • 264
  • 72

સૂબેદાર- રાકેશ ઠક્કર         અનિલ કપૂર બોલિવૂડનો એવો જાદુગર અભિનેતા છે જેની ઉંમર ભલે વધતી હોય પણ પડદા પરની ઉર્જા હંમેશા યુવાન જેવી જ રહે છે. OTT પર આવેલી ફિલ્મ ‘સૂબેદાર’ (2026) એ 69 વર્ષના અનિલના ચાહકો માટે એક ટ્રીટ છે. તેણે પાત્રમાં જે ગંભીરતા અને ઠરેલપણું બતાવ્યું છે તે જોઈને લાગે કે આ રોલ તેના માટે જ લખાયો હશે.         સામાન્ય રીતે એક્શન ફિલ્મોમાં પાત્રો બૂમો પાડીને કે અતિશય ડાયલોગબાજીથી પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા હોય છે. અહીં અનિલે એક નિવૃત્ત ફૌજીની ગરિમા જાળવી રાખી છે. જો આ ફિલ્મમાં અનિલ ન હોત તો કદાચ વાર્તા આટલી પ્રભાવશાળી લાગી ના હોત. તેનું પર્ફોર્મન્સ જ